ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ । G3q Quiz Registration form

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ | G3q Quiz Registration form | Gujarat Gyan Guru Quiz (G3Q)  2022 નું રજીસ્ટ્રેશન કરો ઓનલાઇન | www.g3q.co.in | ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ નું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નો લાભ કોન લઈ શકશે? કેવી રીતે લાભ મેળવી શકાશે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? વિજેતા ને કેટલું ઇનામ મળશે? તેની વિગતે માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.

G3q Quiz Registration form કેવી રીતે ભરવું? આ કોમ્પિટેશન માં ભાગ કઈ રીતે લેવો? કોણ ભાગ લય શકશે. તેમજ વિજેતા ને કેટલું ઇનામ મળશે એની સંપૂર્ણ માહિતી આપીશું.

Table of Content

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) એક એવી અભ્યાસ અને રચનાત્મક પ્રવૃત્તિ છે કે, જેમાં શિક્ષણ, જ્ઞાન, ગમ્મત અને સ્પર્ધાનો ત્રિવેણી સંગમ છે. જોકે આ ક્વિઝ સ્પર્ધાત્મક છે પરંતુ સાથો સાથ દરેક સ્પર્ધકમાં જ્ઞાન અને સર્જનાત્મકતામાં વધારો કરે છે.

રાજ્યના વિદ્યાર્થી તેજસ્વી, પ્રતિભાશાળી, જ્ઞાન સમૃદ્ધ બને તે હેતુથી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ધોરણ-૯ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ ગુજરાત રાજ્યની ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની તમામ સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર કોલેજો અને રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ અને રાજ્યના પ્રજાજનો માટે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “Gujarat Gyan Guru Quiz (G3Q)” નું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ છે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે?

Gujarat Gyan Guru Quiz (G3q) માટે હજારો પ્રશ્નો સમાવવામાં આવ્યા છે. જેમાં કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ, યોજનાઓના મુખ્ય ઉદ્દેશ્યો, લાભાર્થીઓ, અત્યાર સુધી યોજનામાં હાંસલ કરેલ સિધ્ધિઓ, લાભાર્થીઓની સંખ્યા અને રકમ તથા વિદ્યાર્થીઓના અનુભવગત પ્રશ્નોને પણ આ ક્વિઝમાં સમાવવામાં આવશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નો ધ્યેય । Aim of Gujarat Gyan Guru Quiz (G3q)

જાણશે ગુજરાત, જીતશે ગુજરાત’ ના ધ્યેય-મંત્ર રહેલો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિકાસલક્ષી ગૌરવગાથા વિશેની ક્વિઝ એટલે ‘ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ. જેનો શુભારંભ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાયન્સ સિટી, અમદાવાદથી કરશે. ગુજરાતના તમામ અભ્યાસુ નાગરિકો અને વિદ્યાર્થીઓ આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લે અને પોતાના જ્ઞાનમાં વધારો કરે.

Main Point Of Gujarat Gyan Guru Quiz (G3q) 2022

આર્ટિકલનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું ઓનલાઈન રજીસ્ટ્રેશનઆર્ટિકલનો પેટા પ્રકારગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાતક્વિઝ ચાલુ કરનાર વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્યઆ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.શુભારંભ તારીખ07 જુલાઈ 2022ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q) – ક્વિઝના પ્રકારકુલ 12 પ્રકારના વિષયો આવરી દીધા છે.શુભારંભની સ્થળસાયન્સ સિટી, સોલા રોડ, અમદાવાદકોના દ્વારા આ સ્પર્ધા ચાલુ કરવામાં આવી છે?રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના વરદ હસ્તે આ ક્વિઝ ચાલુ કરવામાં આવી છે.અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.G3q Quiz Registration 2022Online ModeG3q Quiz Official WebsiteClick HereHomepage

Leave a Reply