એડવોકેટ મેહુલ બોધરા પર જીવલેણ હુમલો- LIVE વિડીયો જુવો

આખરે મોડી રાત્રે એડવોકેટ મેહુલ બોધરા પર જીવલેણ હુમલો– LIVE વિડીયો જુવો, એડવોકેટના સમર્થકોએ કર્યો હતો પોલીસ મથકનો ઘેરાવો. તેઓએ જેવું ફેસબુક (Facebook )લાઈવ શરૂ કર્યું તો થોડી જ વારમાં કેટલાક ઈસમો દંડા લઈને તેમના ઉપર તૂટી પડયા હતા અને માથામાં ઉપરાછાપરી ઘા મારવામાં આવ્યા હતા.
એડવોકેટ મેહુલ ભાઈ બોધરા પર હુમલો કરવામાં આવ્યો. એક એડવોકેટ જ્યારે અન્યાય સામે અવાજ ઉઠાવે તો એમની આ હાલત કરવામાં આવી તો સામાન્ય જનતા સાથે શુ શુ થતું હશે વિચારો. ગુજરાત માં કાયદો વ્યવસ્થા ની સ્થિતિ અત્યંત ગંભીર બનતી જાય છે અવાર નવાર અન્યાય સામે અવાજ ઉઠાવતા લોકો તેમજ નેતાઓ ઉપર આવા અલગ અલગ હુમલાઓ સામે આવતા રહ્યા છે.
જાણો કોણ છે એડવોકેટ મેહુલ બોઘરા?
એડવોકેટ મેહુલ બોઘરા, સુરતમા વસતા સૌરાષ્ટ્રના પાટીદાર છે અને સુરતમા ટ્રાફિક, પોલીસ સહિતના સરકારી વ્યવસ્થાતંત્રમા લાંચ, હપ્તા મુદ્દે સ્વમેળે ન્યુઝ ચેનલોના રિપોર્ટરની જેમ સ્ટ્રીંગ ઓપરેશન કરતા રહે છે. અવારનવાર તેઓ પોલીસના મળતિયાઓ દ્વારા કરવામાં આવતી ઉઘરાણી, કટકી, તોડ-પાણી પર રેડ પાડે છે.
શા માટે કરવામાં આવ્યો હતો એડવોકેટ મેહુલ બોધરા પર જીવલેણ હુમલો
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એડવોકેટ 26 વર્ષીય મેહુલ મનસુખ બોધરા ઉપર આજે બપોરે લસકાના કેનાલ રોડ ખાતે હુમલો કરવામાં આવ્યો હતો. તેમને લોહીલુહાણ અને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં મેહુલભાઈએ હુમલા અંગે જણાવ્યું હતું કે તેમને કેટલાક સમયથી રિક્ષામાં ઉઘરાણા કરતા હોવાની ફરિયાદ મળી રહી હતી. જેથી આજે સવારે તેઓ કેનાલ રોડ પર પહોંચ્યા હતા જ્યા રિક્ષામાં દંડા રાખીને ઉઘરાણા કરતા હતા. જ્યા ત્રણ પોલીસ કર્મીઓ અને અન્ય ત્રણ ઈસમો હાજર હતા.
તેઓએ જેવું ફેસબુક લાઈવ શરૂ કર્યું તો થોડી જ વારમાં કેટલાક ઈસમો દંડા લઈને તેમના ઉપર તૂટી પડયા હતા અને માથામાં ઉપરાછાપરી ઘા મારવામાં આવ્યા હતા. વધુમાં તેમણે આક્ષેપ કર્યા હતા કે ટ્રાફીક સુપરવાઈઝર સાજન ભરવાડ દવારા તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો છે. કેમકે તેઓ રિક્ષામાં અવાર નવાર ઉઘરાણી કરતા હતા. જેથી મેં તેમને આ બધું બંધ કરવા માટે તેમણે એક મહિના પહેલા જ તેમને વોર્નિંગ આપી હતી.
Advocate Mehul Bogra- Watch LIVE video
આખરે મોડી રાત્રે એડવોકેટ મેહુલ બોધરા પર જીવલેણ હુમલો– LIVE વિડીયો જુવો, એડવોકેટના સમર્થકોએ કર્યો હતો પોલીસ મથકનો ઘેરાવો. તેઓએ જેવું ફેસબુક (Facebook )લાઈવ શરૂ કર્યું તો થોડી જ વારમાં કેટલાક ઈસમો દંડા લઈને તેમના ઉપર તૂટી પડયા હતા અને માથામાં ઉપરાછાપરી ઘા મારવામાં આવ્યા હતા
છે સમગ્ર મામલો ?
હપ્તાખોરી ભ્રષ્ટાચાર બેઈમાની કરતા ટી.આર.બી., પોલીસ અને પોલીસના મળતીયાઓ પર રેડ પાડતા એડવોકેટ મેહુલ બોઘરા પર થયો જીવલેણ હુમલો..
https://www.facebook.com/advmehulbogharaofficial/videos/1117928922167927/https://www.facebook.com/advmehulbogharaofficial/videos/1117928922167927/http://એડવોકેટ મેહુલ બોધરા પર જીવલેણ હુમલો- LIVE વિડીયો જુવો
ટી. આર. બી. સુપરવાઇઝર સાજન ભરવાડ તેમજ તેના મળતીયાઓ, પોલીસ સાથે મળીને સીમાડા કેનાલ રોડ પર હપ્તાખોરી ની પ્રવૃત્તિ ઘણા લાંબા સમયથી ચલાવતા હતા. જે અંગે મને ફરિયાદ મળતી હતી જેથી મેં સાજન ભરવાડ અને પોલીસ ને ચેતવણી આપેલી કે આ હપ્તાખોરી ના ધંધા બંધ કરી દો, જેથી સાજન ભરવાડ ટી.આર.બી. સુપરવાઈઝર મને ધમકી આપેલ કે તું વર્દી ઉતારી દઈશ પછી તેને તો જોઈ લઈશું પણ હવે ૩૦૨ માં જવું પડશે તો જશુ બાકી તને નહિ છોડીએ.
મારી ચેતવણી થી થોડો સમય હપ્તાખોરીનો ધંધો બંધ રાખી રસ્તો બદલાવી, કેનાલ રોડ થી લસકાણા કામરેજ રોડ કરી દીધેલ.
જે અંતર્ગત મને ફરિયાદ મળતા તારીખ 18/08/2022 ના રોજ સવારે 10:30 વાગે આસપાસ થી લસકાણા પોલીસ ચોંકી થી 50 મીટર દૂર આવેલ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પાસે હું ગયેલો અને અમે જોયેલું કે બે પોલીસ કર્મચારીઓ રીક્ષા ની અંદર બેસીને બે પોલીસ કર્મચારીઓ રીક્ષાની બહાર અને 3 વિધાઉટ યુનિફોર્મ જેમાં એક ટી.આર.બી. સુપરવાઇઝર સાજન ભરવાડ હતો, આ તમામ રસ્તા પરથી પસાર થતા ટેમ્પો ચાલકો અને અન્ય વાહન ચાલકો પાસેથી હપ્તાઓની ઉઘરાણી તોડપાણી કરતા હતા,
જે અંતર્ગત મે લાઈવ ચાલુ કરતા મારી ઉપર ટીઆરબી સુપરવાઇઝર સાજન ભરવાડ જેના દ્વારા મને મારી નાખવાની ધમકી આપવામાં આવેલ હતી તેણે પૂર્વ આયોજિત કાવતરરૂપે પોલીસ ની સાક્ષીમાં અને મદદગીરી થી મારા પર જીવલેણ હુમલો કર્યો હતો અને મારી નાખવાના ઇરાદાથી મારા માથા પર લાકડીના ઉભરા છાપરી ઘા ફટકા ફટકાર્યા હતા.
સદભાગ્ય હું બચી ગયો છું જે આ ભ્રષ્ટાચારી, બેઈમાન અને સત્તાનો દુરુપયોગ કરવા વાળા માટે અત્યંત દુર્ભાગ્ય પૂર્ણ છે.
મારી સાથે આ મોહિમ માં હજારો લોકો જોડાયા, હજારો લોકો સરથાણા પોલીસ સ્ટેશન આરોપીઓ સામે 307 દાખલ કરવા માટે મોડી રાત સુધી બેસીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો, વિરોધ પ્રદર્શન કર્યું અને આરોપીઓ સામે આખરે 307 દાખલ કરાવી ત્યારે આવા લુખ્ખાઓને હું છોડીશ નહી એની સો ટકા ખાતરી આપું છું તેમજ મારા ખભાથી ખભા મિલાવી ચાલનાર સમગ્ર જાહેર જનતાનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું
મને મારી નાખવાની તૈયારીમાં હતાઃ એડવોકેટ મેહુલ બોઘરા
હુમલા બાદ પ્રથમ પ્રતિક્રિયા આપતા એડવોકેટ મેહુલ બોઘરાએ કહ્યું કે, આ લોકો અવાર નવાર કેનાલ રોડ પર ઓટો રિક્ષામાં હપ્તા ઉઘરાણી કરતા હતા. જેથી મેં તેમને કહ્યું હતું કે, આ હપ્તા ઉઘરાણા કરો છો તે બંધ કરીદો. જેને લઇને તેમણે મને વોર્નિંગ આપી હતી અમને બીજી વખત બતાયો તો મારી નોકરી ભલે ચાલી જાય, વરદી ભલે ઉતરી જાય, તને પતાવી દઇશું. ત્યારે ફરી ત્યાં ગયો ત્યારે હું તૈયારીમાં જ હતો, તે લોકો પણ તૈયારમાં હતા. મારા પર જીવલેણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો. તેમની રિક્ષામાં હથિયારો રાખેલા જ હતી. 3 પોલીસવાળા અને 3 અન્ય ઇસમો હતો, હું ત્યા ગયો ત્યારે ઉપરા છપરી મને દંડાના ઘા મારવાના શરૂ કરી દીધા.